Thursday, 2 July 2015

આ છે ડો. એપીજે અબ્દુલ કલાબનાં જીવનનો સૌથી મોટો અફસોસ!

 ઘરમાં સૌથી નાના હોવાના કારણે તેમની ઘરમાં ખાસ જગ્યા હતી


પુર્વ રાષ્ટ્રપતિ એપીજે એબ્દુલ કલામને પોતાના જીવનમાં સૌથી મોટો અફસોસ એ વાતનો છે કે, તેઓ તેમના માતા પિતાને તેમના જીવનકાળમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યા. તેમના માતા પિતા પાસેથી ઈમાનદારી અને આત્મ અનુશાસન શિખનારા ડો. કલામ જો કે એ વાતથી ખુશ છે કે તેમના 99 વર્ષીય ભાઈ એપીજે એમ મરઈકયાર તમિલનાડુનાં રામેશ્વરમમાં તેમના ઘરે હવે 24 કલાક વીજળી મેળવી રહ્યા છે અને તેનો શ્રેય ટેક્નોલોજીને જાય છે.
ડો. કલામે જણાવ્યું કે, મારા પિતા(જૈનુલાબ્દીન) 103 વર્ષ સુધી જીવીત રહ્યા અને માતા(આશિયામ્મા) 93 વર્ષ સુધી જીવીત રહ્યા. મારા ભાઈ હાલ 99 વર્ષનાં છે. મારા ભાઈ માટે મે એ સુનિશ્ચિત કરી દીધું કે તેમને 24 કલાક વીજળી મળે, ભલે પાવર કટ થાય. મે એક સોલર પેનલ લગાવી દીધી છે.
83 વર્ષીય કલામ વર્ષ 2002થી 2007 સુધી દેશનાં 11માં રાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ કહે છે કે પરંતુ હું મારા માતા પિતાને આવી સુવિધા ઉપલબ્ધ ન કરાવી શક્યો કેમ કે એ સમયે આવી ટેક્નોલોજી ન્હોતી. તેનો મને સૌથી વધારે અફસોસ છે.
ઘરમાં સૌથી નાના હોવાના કારણે કલામનાં ઘરમાં ખાસ જગ્યા હતી. જ્યારે તેઓ શાળામાં ભણતા હતા તો ત્યા વીજળી ન્હોતી. તેમના ઘરમાં ફાનસથી પ્રકાશ થતો હતો અને તે પણ માત્ર 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી જ. પરંતુ તેમના માતાએ તેમને ખાસ એક નાનો કેરોસીન લેમ્પ આપ્યો હતો જેથી તેઓ રાત્રે 11 વાગ્ય સુધી ભણી શકે.