Thursday, 28 May 2015

ધો.12 સાયન્સનું જિલ્લાવાર પરિણામ

http://vtvgujarati.com/news/gseb2.jpg


જિલ્લો                                         પરિણામ 
અમદાવાદ (શહેર)                            93.53% 
અમદાવાદ (ગ્રામ્ય) 95.54% 
અમરેલી 84.22% 
કચ્છ 93.39% 
ખેડા 72.21% 
જામનગર 89.67% 
જૂનાગઢ 92.14% 
ડાંગ 65.86% 
પંચમહાલ 58.30% 
બનાસકાંઠા 82.48% 
ભરૂચ 83.79% 
ભાવનગર 90.10% 
મહેસાણા 94.59% 
રાજકોટ 96.04% 
વડોદરા 89.71%  
વલસાડ 84.80% 
સાબરકાંઠા 78.13% 
સુરત 92.84% 
સુરેદ્રનગર 94.72% 
આણંદ 73.49% 
પાટણ 91.37% 
નવસારી 79.57% 
દાહોદ 47.40% 
પોરબંદર 83.23% 
નર્મદા 47.66% 
ગાંધીનગર 91.37% 
તાપી 71.27% 
અરવલ્લી 74.28% 
બોટાદ 92.16% 
છોટાઉદેપુર 30.27% 
દ્વારકા 90.17% 
ગીર સોમનાથ 81.27% 
મહિસાગર 71.03% 
મોરબી 95.04% 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 86.10 ટકા  
85.75 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ  
સૌથી વધુ પરિણામ ધરાવતું કેદ્ર ગોંડલ-99.73 ટકા  
સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું-21.99 ટકા  
સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું- 96.01 ટકા  
અંગ્રેજી શાળાઓનું 73.76 ટકા પરિણામ  
ગુજરાતી માધ્યમનું 84.80 ટકા પરિણામ  
215 શાળાઓમાં 100 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ 
9 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું  

A1 ગ્રેડ સાથે ઉતીર્ણ વિદ્યાર્થીઓ 427 
A2 ગ્રેડ સાથે ઉતીર્ણ વિદ્યાર્થીઓ 4008  
A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ  89.94 ટકા 
B ગ્રુપના ઉમેદવારોનું પરિણામ  80.96 ટકા  
AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 72.73 ટકા  

Tuesday, 19 May 2015

ખુશ ખબર........ખુશ ખબર........ખુશ ખબર........અમે લાવ્યા છીએ

ખુશ ખબર........ખુશ ખબર........ખુશ ખબર........અમે લાવ્યા છીએ 

તમારા માટે એક એવી વેબસાઇટ કે જેમાં તમને મળશે મનોરંજન અને બીજું ઘણું બધું જાણવા જેવું

www.indiaswaqt24x7.blogspot.com

Sunday, 17 May 2015

દયાથી મોટો કોઈ ધર્મ નથી

  •  જળ, દૂધ, મૂળ (કંદ), પાન, ફળ અને દવા વગેરેનું સેવન કરીને પણ સ્નાન-દાન વગેરે ક્રિયાઓ કરી શકાય છે.
  •  વૃદ્ધાવસ્થામાં સ્ત્રીનું મૃત્યુ પામવું, બંધુઓના હાથમાં ધનનું ચાલ્યું જવું અને બીજાના આધાર પર ભોજન પ્રાપ્ત થવું - આ ત્રણેય સ્થિતિઓ પુરુષો માટે દુઃખદાયી છે.
  •  જે રીતે કૂતરાની પૂંછડી ગુપ્ત સ્થાનોને ઢાંકવા માટે વ્યર્થ છે અને મચ્છરોને કરડતાં પણ નથી રોકી શકતી, તે જ રીતે વિદ્યા વગર મનુષ્યજીવન વ્યર્થ છે.
  •  શાંતિ સમાન બીજું કોઈ તપ નથી, સંતોષથી વધારે કોઈ સુખ નથી,લાલચથી મોટો કોઈ રોગ નથી અને દયાથી મોટો કોઈ ધર્મ નથી.
  •  ક્રોધ યમરાજની મૂર્તિ છે, લાલચ વૈતરણી નદી (નરકમાં વહેવાવાળી નદી) છે, વિદ્યા કામધેનુ ગાય છે અને સંતોષ ઇન્દ્રના નંદનવન જેવું સુખ આપનારું છે.
  •  ગુણ રૂપની શોભા હોય છે, શીલથી કુળની શોભા વધે છે, સિદ્ધિથી વિદ્યાની શોભા હોય છે અને ભોગથી ધનની શોભા હોય છે.
  •  ગુણહીન વ્યક્તિની સુંદરતા વ્યર્થ છે, દુષ્ટ સ્વભાવવાળી વ્યક્તિનું કુળ નષ્ટ થવા યોગ્ય છે, જો લભ્યની સિદ્ધિ ન થઈ હોય તો વિદ્યા વ્યર્થ છે, જે ધનનો સદુપયોગ ન થયો હોય તે ધન વ્યર્થ છે.
  •  પૃથ્વીની અંદરનું પાણી શુદ્ધ હોય છે, પતિવ્રતા સ્ત્રી પવિત્ર હોય છે, કલ્યાણ કરનારા રાજા પવિત્ર હોય છે અને સંતોષી બ્રાહ્મણ પવિત્ર હોય છે.
  •  અસંતોષી બ્રાહ્મણ અને સંતોષી રાજા બહુ જલદી નષ્ટ થઈ જાય છે. લજ્જાશીલ વેશ્યા અને નિર્લજ્જ કુલીન સ્ત્રી નષ્ટ થઈ જાય છે.
  •  વિદ્યાવિહીન અર્થાત્ મૂર્ખ વ્યક્તિઓનું ઊંચું કુળ હોવાથી શું લાભ? વિદ્વાન વ્યક્તિનું નીચ કુળ પણ દેવગણો સમાન સન્માન મેળવે છે.
  •  સંસારમાં વિદ્વાનની જ પ્રશંસા થાય છે, વિદ્વાન વ્યક્તિ જ બધી જગ્યાએ પૂજાય છે. વિદ્યાથી જ બધું મળે છે, વિદ્યાની બધી જ જગ્યાએ પૂજા થાય છે.
  •  જે વ્યક્તિ માંસ અને મદિરાનું સેવન કરે છે, તેઓ આ પૃથ્વી પર ભાર સમાન છે. એ જ રીતે જે વ્યક્તિ નિરક્ષર છે, તે પણ પૃથ્વી પર ભાર છે. આ પ્રમાણે મનુષ્યરૂપી પશુઓના ભારથી આ પૃથ્વી હંમેશાં પીડિત અને દબાયેલી રહે છે.
  •  અન્નહીન યજ્ઞા રાજાને, મંત્રહીન યજ્ઞા કરવાવાળા ઋત્વિજોને અને દાનહીન યજ્ઞા યજમાનને બાળે છે. યજ્ઞા બરાબર કોઈ શત્રુ નથી.
  •  રૂપ-યૌવનથી સંપન્ન ઉચ્ચ કુળમાં પેદા થવા છતાં પણ વિદ્યાહીન પુરુષ ગંધ વગરના ફૂલને પલાશ સમાન શોભા અર્થાત્ આદર પ્રાપ્ત થતો નથી.
  •  જો મુક્તિ મેળવવી હોય તો સમસ્ત વિષય-વાસનાઓને વિષના સમાન છોડી દો અને ક્ષમાશીલતા, નમ્રતા, દયા, પવિત્રતા અને સત્યતાને અમૃતની જેમ પીઓ અર્થાત્ અપનાવો.
  •  જે નીચ વ્યક્તિ પરસ્પર કરવામાં આવેલી ગુપ્ત વાતો બીજાને કહી દે છે, તેઓ ઉધઉના ઘરમાં રહેવાવાળા સાપની જેમ નષ્ટ થઈ જાય છે.
  •  બધી જ ઔષધીઓમાં અમૃત પ્રધાન છે, બધાં જ સુખોમાં ભોજન પ્રધાન છે, બધી ઇન્દ્રિયોમાં નેત્ર પ્રધાન છે અને આખા શરીરમાં માથું શ્રેષ્ઠ છે.

Thursday, 14 May 2015

भारत-चीन के बीच $10 अरब के 24 समझौते, मेक इन इंडिया में सहयोगी बनेगा चीन

प्रधानमंत्री नरेंद्र मोदी की चीन यात्रा का दूसरे दिन 10 अरब डॉलर के 24 अहम समझौतों पर हस्‍ताक्षर हुए हैं। प्रधानमंत्री और चीन के प्रधानमंत्री ली क्विंग के बीच हुई मुलाकात के दौरान इंफ्रास्‍ट्रक्‍चर, खनन, रेलवे, टूरिज्‍म, स्‍पेस और मानव संसाधन विकास से जुड़े अहम समझौतों पर हस्ताक्षर हुए हैं।
पेइचिंग में दोनों नेताओं के बीच हुई चर्चा में सीमा संबंधी मसलों, इन्वेस्टमेंट और विभिन्न क्षेत्रों में सहयोग बढ़ाने के ऊपर चर्चा हुई। इसके बाद ज्‍वाइंट कॉफ्रेंस को संबोधित करते हुए प्रधानमंत्री मोदी ने कहा कि एशिया की दो महाशक्तियों को अपने आपसी मतभेद मिटाकर सहयोग पर जोर देना होगा। उन्‍होंने कहा कि मेक इन इंडिया में चीन एक अहम सहयोगी हो सकता है। साथ ही रेलवे, इंडस्ट्रियल पार्क, शहरीकरण और ट्रेनिंग जैसे क्षेत्र में दोनों देश मिलकर काम कर सकते हैं।
रेलवे और औद्योगिक पार्क को लेकर बड़े करार
चीन के साथ हुए 24 समझौतों के बारे में जानकारी देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि रेलवे के आधुनिकीकरण की योजना में चीन एक अहम सहयोगी हो सकता है। इसके तहत आज भारत और चीन के बीच रेलवे में विशेषीकृत विस्‍तार योजनाओं के लिए करार पर हस्‍ताक्षर हुए हैं। हालांकि, बुलट ट्रेन को लेकर दोनों पक्षों के बीच कोई करार नहीं हुआ है।
इसके अलावा, महाराष्‍ट्र और गुजरात में 2 चीनी इंडस्ट्रियल पार्क के लिए भी करार पर हस्‍ताक्षर हुए हैं। इतना ही नहीं, दोनों देशों के बीच खनन, स्किल डवलपमेंट, टूरिज्‍म को लेकर भी करार हुए हैं। अंतरिक्ष तकनीक में आदान-प्रदान के लिए भारतीय स्‍पेस एजेंसी इसरो ने चीन की स्पेस एजेंसी के साथ समझौता किया है। वहीं संचार के क्षेत्र में दूरदर्शन और चीन के सरकारी मीडिया सीसीटीवी के साथ भी करार पर हस्‍ताक्षर हुए हैं।
इन क्षेत्रों में हुए करार
  • एजुकेशन एक्सचेंज प्रोग्राम।
  • माइनिंग एंड मिनरल सेक्टर।
  • चीन के सहयोग से अहमदाबाद में महात्मा गांधी स्किल डेवलपमेंट इंस्टिट्यूट बनाया जाएगा।
  • भारत के सहयोग से चीन में योग कॉलेज खुलेगा।
  • अंतरिक्ष के क्षेत्र में सहयोग।
  • चीन की कम्युनिस्ट पार्टी के इंटरनेशनल डिपार्टमेंट के साथ भारतीय विदेश मंत्रालय का समझौता।
  • चीन की सरकारी प्रसारण कंपनी सीसीटीवी और दूरदर्शन के बीच सहयोग।
  • टूरिजम के सेक्टर में सहयोग।
  • इंडिया-चाइना थिंक टैंक की स्थापना
  • भूकंप विज्ञान और इंजीनियरिंग के क्षेत्र में सहयोग
  • चीन के डेवलपमेंट रिसर्च सेंटर और नीति आयोग के बीच सहयोग।
  • समुद्र विज्ञान के क्षेत्र में सहयोग।
  • चेंगडू और चेन्नई में खुलेंगे कौंसुलेट।
  • ट्रेड निगोशिएशन के लिए आपसी सहयोग बढ़ाने के मद्देनजर से काउंसलेटि‍व मेकेनिजम तैयार किया जाएगा।
  • इंपोर्ट के क्षेत्र में सेफ्टी रेगुलेशन।
  • भू विज्ञान के क्षेत्र में सहयोग।
  • दोनों देशों के राज्यों और म्यूनिसिपैलिटीज के बीच सहयोग-इंडो चाइना लीडर्स फोरम।
  • सिस्टर सिटीज चेन्नई और चेंगड़ू, हैदराबाद और क्विंगडाऊ, औरंगाबाद और डनहंग में बनेंगे।
  • गांधीवादी अध्ययन के लिए सेंटर बनेगा।
शंघाई में होंगे 20 अहम कारोबारी करार
ज्‍वाइंट प्रेस कॉन्‍फ्रेंस के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि चीन के साथ भारत तेजी से कारोबारी रिश्‍ते मजबूत करना चाहता है। इसके लिए वे शनिवार को शंघाई में चीन के प्रमुख बिजनेस लीडर्स के साथ मुलाकात करेंगे। इस दौरान चीनी और भारतीय कंपनियों के बीच 20 अहम करार होने की संभावना है।
1.46 लाख करोड़ के करार की संभावना
शंघाई में भारतीय और चीनी कंपनियों के बीच इंफ्रा, स्‍टील, कम्‍युनिकेशन और आईटी सेक्‍टर में 1.46 लाख करोड़ रुपये के बड़े करार की संभावना है। इसमें से करीब 1.09 करोड़ रुपये की डील जॉइंट वेंचर के तहत होने की संभावना है। कारोबारी समझौतों के साथ दोनों देशों की सरकारों के बीच ट्रांसपोर्ट सिस्‍टम, इंडस्ट्रियल पार्क और स्‍मार्ट सिटी को लेकर भी अहम करार होने की संभावना है।
ज्‍वाइंट वेंचर करार पर होगा जोर
भारत की दिग्‍गज कंपनियां अडानी ग्रुप, जेएसडब्ल्यू स्टील, जीएमआर तथा वेलस्पन आज चीन के साथ करीब 3.5 अरब डॉलर के निवेश समझौतों पर दस्तखत कर सकती हैं। ये कंपनियां चाइनीज पार्टनर्स के साथ ज्‍वाइंट वेंचर एग्रीमेंट्स कर सकती हैं। वहीं विप्रो और इंफोसिस चीन में बड़े निवेश का ऐलान कर सकती हैं।
भारती एयरटेल करीब 2.5 अरब डॉलर चीन के बैंकों से जुटा रही है। इसमें चाइना डिवेलपमेंट बैंक से मिलने वाले एक अरब डॉलर से स्पेक्ट्रम फीस चुकाई जाएगी। चाइना डिवेलपमेंट बैंक चाइनीज मैन्युफैक्चरर्स जेडटीई और हुवेई से इक्विमेंट्स खरीदने के लिए एक अरब डॉलर और देगा। भारती इसके अलावा इंडस्ट्रियल एंड कमर्शल बैंक ऑफ चाइना से 50 करोड़ डॉलर की क्रेडिट फैसिलिटी का इंतजाम भी करेगी। भारती के प्रवक्ता ने इस मुद्दे पर बात करने से मना कर दिया।
ग्रीन एनर्जी में होंगे बड़े समझौते
अडानी ग्रुप मुंद्रा स्पेशल इकनॉमिक जोन में चाइनीज ग्रीन एनर्जी कंपनी गोल्डन कॉन्कॉर्ड होल्डिंग्स के साथ मिलकर इंटीग्रेटेड फोटोवोल्टेइक इंडस्ट्रियल पार्क बना रहा है। इस संबंध में फ्रेमवर्क एग्रीमेंट पर दोनों कंपनियां मोदी के चीन दौरे के दौरान दस्तखत करेंगी। साथ ही, अडानी ग्रुप चाइना डिवेलपमेंट बैंक से एक अरब डॉलर जुटा रहा है, जिसका इस्तेमाल अडानी पावर के मुंद्रा पावर प्लांट के विस्तार में किया जाएगा।

Tuesday, 12 May 2015

નેપાળમાં ૭.૩નો ધરતીકંપ ઃ ૭૦નાં મોત, સંખ્યાબંધ ઘાયલ

ગયા મહિને ૭.૯ના ભૂકંપમાં તબાહ થયેલા દેશ પર કુદરતનો કાળો કેર


નેપાળવાસીઓ ભયભીત ઃ ૨૫ એપ્રિલના ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનારા ઘણા અસરગ્રસ્તો તો રડી પડયા ઃ ભારત, ચીન, અફઘાનિસ્તાનમાં પણ ધરા ધુ્રજી
૨૫ એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપમાં તબાહ થયેલા નેપાળ પર કુદરત ફરી રૃઠી હોય તેમ આજે બપોરે ૧૨.૩૫ કલાકે નેપાળમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને ત્યાર બાદ દોઢ કલાકમાં ૯ આફ્ટરશોક અનુભવાયા હતા. કુદરતની આ કારમી થપાટ બાદ નેપાળવાસીઓ ભયથી થર થર કાંપી રહ્યા છે.
ગયા મહિનાના ભૂકંપમાં સર્વસ્વ ગુમાવ્યા બાદ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર ઘણા અસરગ્રસ્તો આજના આંચકા બાદ રડી પડયા હતા. આજના ભૂકંપમાં ૭૦ જણાંનાં મોત થયા હતા અને ૧,૧૧૭ લોકો ઘાયલ થયા હતા. જાનમાલનું સૌથી વધુ નુકસાન કાઠમંડુની ઉત્તર-પૂર્વમાં આવેલા અંતરિયાળ પર્વતાળ જિલ્લાઓમાં થયું હતું. આ આંચકા ભારત, ચીન અને અફઘાનિસ્તાન જેવા ભારતીય ઉપખંડના અન્ય દેશોમાં પણ અનુભવાયા હતા.
યુએસ જિઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યાનુસાર આજના ભૂકંપનું કેન્દ્રસ્થાન કાઠમંડુથી પૂર્વમાં ૮૩ કિ.મી. દૂર માઉન્ટ એવરેસ્ટ નજીક ૧૫ કિ.મી.ની ઊંડાઇએ હતું. એજન્સીએ અગાઉ ભૂકંપની તીવ્રતા ૭.૪ની જણાવી હતી પરંતુ બાદમાં સુધારીને ૭.૩ કરી હતી.
ગત મહિનાના ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત દોલખા અને સિંધુપાલચોક જિલ્લાઓમાં આ વખતે પણ ભારે તારાજી સર્જાઇ છે. એકલા દોલખામાં જ ૧૯ મોત થયાના અહેવાલ છે જ્યારે કાઠમંડુમાં ૬ ઇમારતો ધરાશાયી થઇ હતી. ૭.૩ના આંચકાની ત્રીસેક મિનિટ બાદ ૬.૩નો આફ્ટરશોક અનુભવાતાં લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો.
કાઠમંડુનું ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ સત્તાવાળાઓએ થોડા સમય માટે બંધ કર્યું હતું અને કાઠમંડુની ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરી હતી. દરમિયાન, ૨૫ એપ્રિલના ભૂકંપના ૧૦ દિવસ બાદ નેપાળે ભારત સહિત તમામ દેશોની રેસ્ક્યૂ ટીમોને પાછા ફરવા જણાવ્યું હોવાના કારણે આ વખતે ભારતે નેપાળ દ્વારા મદદ માગવામાં ન આવે ત્યાં સુધી કોઇ રેસ્ક્યૂ ટીમ નહીં મોકલવાનું નક્કી કર્યું છે.
નેપાળમાં દોઢ કલાકમાં ૯ આંચકા
નેપાળમાં મંગળવારે બપોરે ૧૨.૩૫ કલાકે ૭.૩ની તીવ્રતાના આંચકા બાદ દોઢ કલાકમાં ૯ આફ્ટરશોક અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ૭.૩નો આંચકો નવો ભૂકંપ નહીં પણ ૨૫ એપ્રિલના ભૂકંપનો આફ્ટરશોક જ છે. આ આંચકા બાદ ૧.૦૪ કલાકે ૫.૪નો અને તેની ત્રણ મિનિટ બાદ ૬.૨નો આફ્ટરશોક આવ્યો હતો. ૨.૦૪ કલાક સુધીમાં બીજા ૬ આફ્ટરશોક અનુભવાયા હતા, જેમની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ચારથી પાંચની વચ્ચે નોંધાઇ હતી.
 ઉલ્લેખનીય છે કે નેપાળમાં ૨૫ એપ્રિલના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નાના-મોટા ૧૬૦થી પણ વધારે આફ્ટરશોક નોંધાયા છે.
૨૦૦૮માં ચીનમાં ૧૨મી મેના દિવસે જ ભૂકંપે તબાહી સર્જેલી
૧૨ મે, ૨૦૧૫ના દિવસે નેપાળ-ભારતમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના બરાબર ૭ વર્ષ અગાઉ ૧૨ મે, ૨૦૦૮ના દિવસે ચીનના સિચુઆન પ્રાંતમાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપ તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં ૬૯,૧૯૭ લોકો માર્યા ગયા હતા અને ૧૮,૨૨૨ લાપતા થયા હતા. ૪૮ લાખ લોકો બેઘર બન્યા હતા.
એક વાર આવેલા શકિતશાળી ભૂકંપ પછી
ફરી મોટો ભૂકંપ ન આવે એ થિયરી નેપાળમાં ખોટી પડી
૭  ઉપરની તીવ્રતા ધરાવતા બે ભૂકંપ માત્ર ૧૭ દિવસમાં આવ્યા

૨૫ એપ્રિલના ૨૦૧૫ના રોજ ૭.૯ મેગ્નિટયૂડની તિવ્રતા ધરાવતા ભુક્ંપની કળ નેપાળવાસીઓને હજુ  વળી નથી ત્યારે નવેસરથી આવેલા ૭.૪ની તિવ્રતાના ભુંકપે નેપાળને ફરી હલાવી દિધું છે. ભૂસ્તર શાસ્ત્રમાં સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે એક વાર શકિતશાળી વિનાશક ભૂકંપ આવે તે પછી એટલી જ તિવ્રતાનો ભૂકંપ ફરીથી આવતો નથી.  જો કે પહેલા આવેલા ભુકંપની અસરના કારણે ૨ થી માંડીને ૪ની તિવ્રતાના આફટર શોક અમૂક દિવસો સુધી ચાલું રહે છે. આ આફટર શોક મુખ્ય ભુકંપ આવ્યા પછી પૃથ્વીના પેટાળમાં ચાલ્યા કરતી હલચલના  કારણે આવતા હોય છે જે ખાસ જોખમી હોતા નથી.
નેપાળમાં પણ આવેલા શકિતશાળી ભૂકંપ આમ તો ૯૦ વર્ષ પછી આવ્યો હતો. પરંતુ આ વખતે દુનિયાના ભૂકંપની પેટર્ન હિમાલયની ગોદમાં વસેલા નેપાળ માટે ખોટી પડી છે.
 ૭ મેગ્નીટયૂડ ઉપરની તિવ્રતા ધરાવતા બે ભુકંપ માત્ર ૧૭ દિવસમાં ફરી આવતા ભુસ્તરશાસ્ત્રીઓ માટે પણ સંશોધનનો વિષય બન્યો છે.૧૨ મે ના રોજ બપોરે ૧૨.૩૫ વાગે ૭.૪ ની તિવ્રતાના આવેલા ભૂકંપે નેપાળ, હિમાલય પર્વતીય વિસ્તાર, ઉત્તર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા ભૂટાનના વિસ્તારોને પણ આવરી લીધા છે. જેમાં ૬૦ થી પણ વધુ લોકોના મોત થયા છે.આ ભૂકંપનું ક્ેન્દ્ર બિંદુ કાઠમંડુથી ૮૩ કીમી દૂર ચીન સરહદનો ગ્રામીણ વિસ્તાર હતો. જયારે નેપાળમાં ૨૫ એપ્રિલના રોજ પહેલીવાર આવેલા હિમાલયન ભૂકંપનું એપી સેન્ટર નેપાળ કાઠમંડુથી ૮૦ કીમી દૂર આવેલું કોઠારી ગામ હતું.

Monday, 11 May 2015

ગુજરાતમાં 523 સિંહ, 5 વર્ષમાં 112નો વધારો

ગુજરાતમાં 523 સિંહ, 5 વર્ષમાં 112નો વધારો
ભારતભરમાં ગુજરાતના ગૌરવ સમાન ગણાતા 'એશિયાટિક-લાયન'ની વસતિમાં ૨૭ ટકાનો જોરદાર વધારો નોંધાયો છે.ગત ૨૦૧૦માં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૪૧૧ હતી.જે મે-૨૦૧૫માં વધીને ૫૨૩ થઈ ગઈ છે એટલે કે ૨૦૧૦થી ૨૦૧૫ સુધીના પાંચ વર્ષમાં સિંહોની વસતિમાં ૧૧૨નો વધારો થયો છે. અહીં ૨૦૦૫માં સિંહોની સંખ્યા ૩૫૯ જેટલી હતી.અર્થાત ૨૦૦૫થી ૨૦૧૫ સુધીના ૧૦ વર્ષમાં સિંહોની સંખ્યા ૧૬૪ જેટલી વધી છે.૧લી,મેથી એશિયાટિક સિંહોની વસતિની ગણતરી શરૂ થઈ હતી.જે ૫મી,મેના મંગળવારે સમાપ્ત થઈ હતી.આ વખતે ઉડીને આંખે વળગે તેવી વાત એ જાહેર થઈ છે કે,ગુજરાતના સિંહ હવે માત્ર, સાસણ ગીર સુધી સીમિત રહ્યાં નથી પરંતુ સિંહોની વસતિ ગુજરાતના ૮ જિલ્લાના આશરે ૧૫૦૦ ગામોની આસપાસ સુધી પ્રસરી ચૂકી છે અને આગામી પાંચ વર્ષ દરમ્યાન તે અમદાવાદ જિલ્લાના ગામોમાં પણ જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે.
ગુજરાતના સિંહોને દેશના મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોના જંગલોમાં વસાવવા માટેની દલીલો થઈ રહી છે અને એમાં પણ એશિયાટિક ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી કરી દેવાય તો ભવિષ્યમાં સિંહોની જાતિના નિકંદનનો ખતરો ઉભો થઈ શકે છે એવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સિંહોની વસતિમાં થઈ રહેલો સતત અને ધરખમ વધારો તથા અન્ય જિલ્લામાં પણ સિંહોની સાબિત થયેલી નવી વસતિથી ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.
ગુજરાત માટેની ગૌરવની ઘડીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહભાગી થયા હતા.સાસણ ગીર ખાતે વન વિભાગના ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે આ વસતિ ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત કરી હતી.રાજ્યમાં દર પાંચ વર્ષે કરવામાં આવતી સિંહોની વસતિ ગણતરીમાં આ વખતે જીપીએસ અને જીઆઈએસ પધ્ધતિનો ઉપયોગ કરાયો હતો અને તેના પરિણામે ડુપ્લીકેશન થવાની કોઈ જ શક્યતા નથી.આ વખતની સિંહોની વસતિ ગણતરીમાં કુલ ૨૫૦૦ જેટલા વોલિન્ટીયર્સ, વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ, સરકારી અધિકારીઓ, ટ્રેકર્સ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના કેટલાક સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
તેમની ૬૦૦ જટેલી ટીમો બનાવવામાં આવી હતી.સિંહોની વસતિ ગણતરી હાથ ધરતાં પહેલાં સિંહોની વસતિવા‌ળા રાજ્યના ૮ જિલ્લાના ૧૫૦૦ જેટલા ગામોના કુલ ૨૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને ૩૦ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો.તેના પણ ૧૦૬ જેટલા સબ-ઝોન બનાવવામાં આવ્યા હતા.

Wednesday, 6 May 2015

સલમાન ખાનને કોર્ટે પાંચ વર્ષની ફટકારી સજા

- કલમ 304(2), 279, 337, 338, 427 અતંર્ગત

- સલમાન ખાનને રૂ.25 હજારનો દંડ પણ


2002 હિટ એન્ડ રન કેસમાં નચલી અદાલતે સલમાન ખાનને દોષિત ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે દિવસે તેણે દારૂ પીધો હતો અને ગાડી ચલાવી રહ્યો હતો. તેની પાસે લાયસન્સ પણ ન્હોતું. આ કેસમાં કોર્ટે સલમાન ખાનને કલમ 304(2), 279, 337, 338, 427 અતંર્ગત 5 વર્ષનીં ફટકારી છે ઉપરાંત રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
અદાલત આજે જ સજાનું એલાન કરી દેતા તેને આજે જેલ મોકલી દેવામાં આવશે. કાયદા અનુસાર સજા ત્રણ વર્ષથી વધારે થાય થાય તો આરોપીને ત્યારે જ જેલમાં મોકલી દેવો અને જો સજા ત્રણ વર્ષથી ઓછી થાય છે તો નિચલી અદાલત તેને જામીન આપી શકે છે તેવું પ્રાવધાન છે.. આ ઉપરાંત સજા વિરુદ્ધ સલમાન હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવી શકે છે. જો કે આ મામલામાં આગળની કાર્યવાહી સંપુર્ણ નિર્ણય આવ્યા બાદ જ થઈ શકે છે.
 

Tuesday, 5 May 2015

दिल्‍ली एयरपोर्ट पर 30 लाख के गोल्‍ड के साथ पकड़ी गई महिला

कस्टम विभाग ने सोमवार को इंदिरा गांधी अंतरराष्ट्रीय एयरपोर्ट एक महिला को तीस लाख रुपये की कीमत का सोना तस्करी करते हुए पकड़ा है। यह महिला सोमवार को बैंकाक से आई थी। कस्टम विभाग को इस महिला के बैग की जांच के दौरान गोल्ट की छड़ मिली। इसके अलावा पांच अलग-अलग पैकेटों में करीब आठ पीस गोल्ड के भी पाए गए। कस्टम विभाग ने इनका वजन करीब 1.2 किग्रा बताया है जिसकी कीमत तकरीबन 30.31 लाख रुपये है। इसकी जानकारी कस्टम विभाग ने एक प्रेस रिलीज के जरिए दी है।
कोच्चि एयरपोर्ट पर भी दो यात्रियों से कस्टम विभाग ने 7.2 किग्रा सोना बरामद किया है। कस्टम विभाग के मुताबिक इन यात्रियों से कस्टम विभाग को 62 सोने की छड़ें बरामद हुई हैं।

ગુજરાતી શાયરી...

અંધારાએ જાત ઉતરડી,
    અજવાળાએ આળસ મરડી.
        તાજેતરમાં મરી ગઈ છે,
              રાત નામની ડોશી ઘરડી.
                    રાત-દિવસ તો યુગો-યુગોથી,
                            રમ્યા કરે છે ફેરફુદરડી.
                                   અમુક ઝાડ તો હજીય એમ જ,
                                            બેઠાં છે કૈ મોઢું મરડી.
                                                    રમતિયાળ તડકી તો જુઓ,
                                                             જાણે કોઈ હો વાછરડી..!

Saturday, 2 May 2015

my new link in google search engine...

my new link in google search engine...
read my new all news post click below....
view my blog....
www.indiaswaqt24x7.blogspot.in

Friday, 1 May 2015

જો સાપ ફેણ માંડેલો દેખા દે તો ખુલી જશે કિસ્મતનો દરવાજો



એવી માન્યતા છે કે સાપ દરરોજ સવારે સૂર્યોદય સમયે પોતાની ફેણ ઉઠાવીને સૂર્યદેવને પ્રાર્થના કરે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે સાપનું દેખાવું પણ શુભ-અશુભ ફળ આપનારું નિવડે છે. ક્યારેક સાપના દેખાવાથી વિશેષ આર્થિક લાભ થાય છે તો ક્યારેક સાપના દેખાવાથી મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. જાણીએ સાપ સાથે જોડાયેલી વાતોને.
સાપ વિશે કહેવાય છે કે જો તે કોઈ મંદિરમાં શિવલિંગને લપેટેલો દેખાય તો તે શુભ નિવડે છે. તેના દર્શનથી જીવનમાં આવનારી મૂશ્કેલીઓ દૂર થાય છે. ઉન્નતિનો માર્ગ મોકળો થાય છે સાથોસાથ તમામ મનોકામના પૂર્ણ થાય છે. સામાન્યરીતે સફેદ સાપનું દેખાવું દુર્લભ હોય છે. જો તેવો સાપ જોવામાં આવે તો તે ખુબ જ સારા શુકન છે. આપણી તમામ મુશેકેલીમાં આપણને કોઈ દૈવી સહાય મળી રહેશે તેમ તે જણાવે છે. લાભની પ્રાપ્તિ થશે જ તેમ સમજવું. જો તમે જમીન ખરીદવા માંગતા હોય અને તે જમીનપર સાપ કે સાપનું જોડું દેખાય તો સમજજો કે તમને ફાયદો જ ફાયદો થશે. તે જમીન ખરિદ્યા બાદ ઉન્નતિ જ ઉન્નતિ થશે.
જો તમારી આર્થિક સ્થિતિ ડામાડોળ હોય અને ધન પ્રાપ્તિનો કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે કોઈ સાપ તમારાથી દૂર જતો દેખાય કે ઝાડ પર ચડતો દેખાય તો તમારી મુશ્કેલીઓનો અંત ટૂંક સમયમાં આવશે તેમ જાણવું. ક્યાંય જતી વખતે રસ્તામાં સાપ ડાબી બાજુથી રસ્તો કાપીને જમણી તરફ જતો હોય તો તે સારા શુકન નથી. જે કાર્ય માટે જઈ રહ્યાં છો તે કામમાં સફળતા મળવાની શક્યતા ઘટી જાય છે. બહાર જતી વખતે કોઈ સાપ જમણી બાજુથી ડાબી બાજુ જતો દેખાય તો તે શુભ શુકન છે. કાર્ય સફળતા પ્રાપ્ત થશે તેમજ ધન ઉપાર્જન અર્થે ક્યાંય જઈ રહ્યા હોય તો તે ફેરો નિશ્રિત સફળ નિવડશે.
મરેલા સાપના દર્શન સૌથી ખરાબ છે. જો તેવો સાપ નજરમાં આવે તો શિવપૂજા કે શિવજીને જલાભિષેક કરવો જોઈએ. જો સાપ પ્રણયફાગ ખેલી રહેલો નજરે પડે તો તે સ્થાનથી તરત જ ચાલ્યા જવું. સાપની કામ ક્રિડા જોવી શુભ નથી. સાપના ક્રોધનું ખરાબ ફળ ભોગવવું પડે છે. સામાન્યરીતે બે મુખ વાળો સાપ જોવામાં આવતો નથી. આવો સાપ જો ઘરમાં આવતો દેખાય તો તે શુભ શુકન છે. લક્ષ્મી પ્રાપ્તિનો સૂચક છે.