ગઈકાલે યુરોપીયન રીયાલિટી શો 'ડ્રોપ'ના શુટિંગ દરમ્યાન આર્જેન્ટિનામાં બે હેલિકોપ્ટરો અથડાતાં 8 ફ્રેન્ચ અને 2 આર્જેન્ટીનાના નાગરિકોના મોત થયા છે. જેમાંથી બે ઓલિમ્પિક મેડાલીસ્ટો હતા જ્યારે એક વિશ્વ વિજેતા નાવિક હતો.આર્જેન્ટિનાના રાજ્ય લા રીયોજાના વીલા કાસ્ટેલીમાં બે હેલિકોપ્ટરો ઉડી રહ્યા હતા ત્યારે લગભગ બ્યુનોસ આઈરીસથી 1,170 કીમી દુર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામ 10 નાગરિકોના મોત નીપજ્યા હતા.
મળતી જાણકારી અનુસાર મૃત્યુ પામનારમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કેમિલી મફેટ, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ એલેક્સીસ વેસ્ટીન અને વિશ્વ વિજેતા નાવિક એન્ડ્રેસ નાવારેટનો સમાવેશ થાય છે. કેમિલી મફેટે 2012 લંડન ઓલિમ્પિક દરમ્યાન 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતાં. એલેક્સીસ વેસ્ટીને 2008 બેઈજીંગ ઓલિમ્પિક દરમ્યાન બોક્સિંગમાં બ્રોમ્ઝ મેડલ જીત્યો હતો. આ રીયાલિટી શો 'ડ્રોપ'નુ શુટિંગ સ્વિત્ઝર્લેન્ડ અને ડેન્માર્કમાં થઈ ચૂક્યુ હતુ.
કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તેની હજુ સુધી જાણ થઈ શકી નથી. આ અકસ્માતમાં બન્ને હેલિકોપ્ટરના પોઈલોટ આર્જેન્ટિનાના હતા અને તેમને પણ મૃત ઘોષીત કરાયા છે.
No comments:
Post a Comment