બાંગ્લાદેશે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ પૂલ એની મેચમાં સ્કોટલેન્ડને 6 વિકેટે હાર આપી છે. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરીને આઠ વિકેટ સાથે 318 રન બનાવ્યા હતા. એસ. રહેમાનના ચોગ્ગા સાથે 322 રન બનાવી મેચને પોતાના નામે કરી દીધી છે. બાંગ્લાદેશે 48.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન સાથે 322 રન બનાવી સ્કોટલેન્ડ સામે જીત નોંધાવી હતી. 319 રનનો પીછો કરતા બાંગ્લાદેશ ટીમની પહેલી વિકેટ સૌમ્યા સરકારની પડી હતી. આ મેચમાં કોએત્ઝરને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ તરફથી મેદાનમાં ઉતરેલા તમિમ ઇકબાલે 100 બોલમાં 95 રન બનાવી સદીની નજીક આઉટ થઇ ગયો હતો. આ ઉપરાંત મહોમ્મદુલાહ 62 રન, રહિમ 60 રન અને હસન 52 રન બનાવી અડધી સદી બનાવવામાં સફળ રહ્યા હતા. આમ ચાર વિકેટના નુકસાન સાથે સ્કોટલેન્ડે આ પહેલા વર્લ્ડકપની 27મી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્કોટલેન્ડે આઠ વિકેટ ગુમાવી 50 ઓવરના અંતે 318 રન બનાવ્યા હતા.
સ્કોટલેન્ડ તરફથી મેદાનમાં ઉતરેલા ઓપનર કોએત્ઝરે 156 રન ફટકારી શાનદાર સ્કોર બનાવ્યો હતો. ટોસ જીતીને બાંગ્લાદેશે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના બોલગરોએ સ્કોટલેન્ડની બે વિકેટ માત્ર 38 રનમાં જ પાડી દીધી હતી. જેમાં મેકલોઇડે 11 અને હામિશ ગાર્ડિનરે 19 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓપનર ઓએત્ઝર અને મેટ મેકનને દાવને સંભાળી ટીમને 116 રન ઉપર પહોંચાડી હતી.
24 ઓવરમાં મેકેને શબ્બીર રહેમાનને કેચ આઉટ કર્યો તેઓ 50 બોલમાં 35 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ મેદાનમાં ઉતરેલા કેપ્ટન પ્રેસ્ટન મોમમ્સને કોએત્ઝર સાથે મળીને 250 રનનો દાવ રમ્યો હતો. બંને ખેલાડીઓએ મળીને પોતાની ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી કરી હતી. તેમણે ચાર વિકેટ માટે 141 રન લીધા હતા. 43 ઓવરમાં નાસિર હુસેનનો પહેલો શિકાર મોમ્મસન બન્યા હતા. તેઓ 38 બોલમાં એક સિક્સ અને 2 ચોગ્ગા લગાવી 39 રન બનાવ્યા હતા.
કેપ્ટનના પેવેલિયન ભેગા થયાબાદ કોએત્ઝર પણ વધારે ટાઇમ મેદાનમાં ટકી શક્યો ન હતો. તે 134 બોલમાં 17 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 156 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આમ 8 વિકેટલના નુકસાન સાથે સ્કોટલેન્ડે 318 રન બનાવી બાંગ્લાદેશને 319 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
No comments:
Post a Comment