બિઝનેસ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં સતત આઠ વર્ષની મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિઓમાં ટોચનું સ્થાન ધરાવતા હતાં. જોકે હવે તેમનુ સ્થાન ફાર્મા ક્ષેત્રના દિગ્ગજ દિલીપ સંઘવીએ આંચકી લીધું છે.
ફોર્બ્સની 2015ની ભારતના ટોચના અબજોપતિઓની યાદીમાં 215 અબજ ડોલર (રૂ. 1.34 લાખ કરોડ) સાથે દિલીપ સંઘવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે 21 અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણીને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. 2014માં તેમની નેટવર્થ 23.6 અબજ ડોલર હતી. જ્યારે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ આ વર્ષે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.
વિશ્વના સૌથી વધુ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાઈ 43 અને દિલીપ સંઘવી 43મું સ્થાન ધરાવે છે
No comments:
Post a Comment