Wednesday, 4 March 2015

દ્વારકામાં રંગોની ધૂમ, ભગવાન સોનાં-ચાંદીની પીચકારીથી રમશે


દ્વારકાના વિખ્યાત જગતમંદિરમાં યોજાનારા ફુલડોલ મહોત્સવમાં ભગવાન સોના-ચાંદી પીચકારીથી રમશે. આ પ્રસંગે  પુજારી, દ્વારકાધીશ અને વૈષ્ણવો વચ્ચે રંગયુધ્ધ ખેલાશે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જગતમંદિરમાં હોળાષ્ટક બેસતાની સાથે જ દરરોજ સવાર સાંજ આરતીમાં રંગોત્સવ ઉજવવામાં આવે છે. ફાગણ સુદ આઠમના દિવસથી જ સવારની શ્રુંગાર આરતીમાં તેમજ સાંજે સાંખ્ય આરતીમાં ભગવાનને સફેદ વસ્ત્રોમાં શ્રુંગાર કરી રંગોત્સવ  ઉજવાય છે. આ રંગોત્સવ છેક ફુલડોલ ઉત્સવના દિવસ સુધી ચાલે છે.

ફુલડોલ ઉત્સવના દિવસે દ્વારકાધીશ મંદિરમાં બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન આ વિશેષ ઉત્સવમાં પુજારી પરિવાર, દર્શનાથીઓ અને ખુદ ભગાવન એક સાથે રંગે રમશે. આ દિવસે દ્વારકાધીશ, વૈષ્ણવો અને પુજારીઓ વચ્ચે રંગયુધ્ધ ખેલાશે. સફેદ વસ્ત્રોમાં સજજ ભગવાન પાસે સોના-ચાંદીની પીચકારીઓ અને કેસર કેસુડાના જલની સાથે સાથે અબીલ-ગુલાલ  હશે. સુગંધિત દ્રવ્યો સાથેના કલરોથી ભરેલ પીચકારી વડે કોને ભીંજાવું ન ગમે ! ઠાકોરજી સાથે રંગે રમવા આવેલા ભાવિકોને પુજારીઓ રંગોથી તરબોળ કરશે, ઢોલ સાથે આ ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે.

No comments:

Post a Comment