Monday, 27 April 2015

નેપાળના ભૂકંપમાં ભારતીય સૈન્યની અભૂતપૂર્વ કામગીરી

મૃત્યુનો આંક આઘાતજનક રીતે વધીને ૪૦૦૦ને પાર ઃ ૫૦૦૦ થવાની આશંકા

નેપાળમાં આફ્ટરશોક્સ જારી ઃ બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ધુ્રજારી અનુભવાઇ

આસામના સાત પ્રવાસીઓનાં મોતની શંકા ઃ નેપાળના એકમાત્ર એરપોર્ટ પર અરાજકતા ઃ બચાવ કામગીરીમાં ભારતીય અને ફ્રાન્સના ડોગ્સની મદદ લેવાઇ

ખોરાક, પાણી, વીજળી અને દવાઓની અછત વચ્ચે તથા ફરીથી ભૂકંપ આવવાના ભયની વચ્ચે નેપાળમાં હજારો લોકો ખુલ્લા મેદાનમાં જીવન ગુજારી રહ્યાં છે. ભૂકંપથી ૪૦૦૦થી વધુ લોકોનાં મોત થયા પછી નેપાળ આંતરરાષ્ટ્રીય મદદની રાહ જોઇ રહ્યું છે. નેપાળના સત્તાવાળાઓએ મૃત્યુઆંક ૫૦૦૦ થવાની આશંકા વ્યક્ત કરી છે.નેપાળના પ્રવાસે ગયેલા આસામના સાત યાત્રીઓ ભૂકંપમાં મૃત્યુ પામ્યા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં આજે સાંજે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાટના માર્યા ખુલ્લામાં દોડી ગયા હતાં.
 ભારતમાંથી મોકલવામાં આવેલી એનડીઆરએફની ટીમના ૭૦૦ નિષ્ણાતોએ બચાવ કામગીરી શરૃ કરી દીધી છે. નેપાળમાં એક માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોતાના દેશોમાં પરત જવા માગતા વિદેશી નાગરિકો એકત્ર થતા અરાજકતાની સ્થિતિ સર્જાઇ છે.
તેલુગુ ફિલ્મના જાણીતા કોરિયોગ્રાફર ૨૧ વર્ષીય વિજયનું નેપાળમાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આજે સવારે તેમનું ફિલ્મ યુનિટ કાઠમાંડુ જઇ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. નેપાળમાં વરસાદ અને સમયાંતરે આવી રહેલા ભૂકંપના આંચકાઓને રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.
૭.૯ તીવ્રતાવાળા ભૂકંપના ૪૮ કલાક પછી ૮૦૦૦ લોકો ઘાયલ થયા છે અને હજારો લોકો બેઘર થઇ ગયા છે. નેપાળના ઉચ્ચ અધિકારી લિલામણી પૌડેલે જણાવ્યું હતું કે હાલમાં સૌથી મોટો પડકાર રાહત પહોંચાડવાનો છે.
 તેમણે જણાવ્યું હતું કે અમે અન્ય દેશોને રાહત સામગ્રી અને મેડિકલ ટીમ પહોંચાડવાની અપીલ કરીએ છીએ. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમને ટેન્ટ, ધાબળા, ચાદરો અને ૮૦ જરૃરી દવાઓની તાત્કાલિક ઔજરૃર છે નેપાળમાં ઓર્થોપેડિક, એનેસ્થેસિયા, સર્જન અને પેરામેડિકલ સ્ટાફની તાત્કાલિક જરૃર છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હજુ પણ અનેક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા હોવાથી મૃત્યુ આંક વધીને ૫૦૦૦ થઇ જવાની શક્યતા છે.  બ્લોક થઇ ગયેલા રસ્તાઓ, વીજ પુરવઠામાં ખામી અને હોસ્પિટલોમાં વધુ પડતા દર્દીઓને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બની ગયું છે.
વિશ્વમાં ભૂકંપના સૌથી વિનાશકારી આંચકા
ક્રમસ્થળમૃત્યુ આંકતીવ્રતાતારીખ - વર્ષ
૧.શાન્કસી, ચીન,૩૦,૦૦૦૮.૦૨૩ જાન્યુ., ૧૯૫૬
૨.નિંગ્કિસઆ- ગાંસુ, ચીન,૭૩,૪૦૦૭.૮૧૬ ડિસે. ૧૯૨૦
૩.હેબેઇ, ચીન,૪૨,૭૬૯૭.૮૨૮ જુલાઈ, ૧૯૭૬
૪.એન્ટિઓક, તુર્કી,૪૦,૦૦૦૭.૦૨૧ મે, ૫૨૬
૫.સુમાત્રા, ઇન્ડોનેશિયા,૩૦,૨૧૦૯.૩૨૬ ડિસે., ૨૦૦૪

વિશ્વમાં સૌથી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકા

ક્રમસ્થળતીવ્રતાતારીખ - વર્ષ
૧.વાલ્ડીવિઆ, ચિલી૯.૫૨૨ મે, ૧૯૬૦
૨.અલાસ્કા, અમેરિકા૯.૩૨૭ માર્ચ, ૧૯૬૪
૩.સુમાત્રા, ઇન્ડોનેશિયા૯.૨૨૬ ડિસે. ૨૦૦૪
૪.તોહોકુ, જાપાન૯.૦૧૧ માર્ચ, ૨૦૧૧
૫.કામચાત્કા, રશિયા૯.૦૪ નવે., ૧૯૫૨

No comments:

Post a Comment