Sunday, 17 May 2015

દયાથી મોટો કોઈ ધર્મ નથી

  •  જળ, દૂધ, મૂળ (કંદ), પાન, ફળ અને દવા વગેરેનું સેવન કરીને પણ સ્નાન-દાન વગેરે ક્રિયાઓ કરી શકાય છે.
  •  વૃદ્ધાવસ્થામાં સ્ત્રીનું મૃત્યુ પામવું, બંધુઓના હાથમાં ધનનું ચાલ્યું જવું અને બીજાના આધાર પર ભોજન પ્રાપ્ત થવું - આ ત્રણેય સ્થિતિઓ પુરુષો માટે દુઃખદાયી છે.
  •  જે રીતે કૂતરાની પૂંછડી ગુપ્ત સ્થાનોને ઢાંકવા માટે વ્યર્થ છે અને મચ્છરોને કરડતાં પણ નથી રોકી શકતી, તે જ રીતે વિદ્યા વગર મનુષ્યજીવન વ્યર્થ છે.
  •  શાંતિ સમાન બીજું કોઈ તપ નથી, સંતોષથી વધારે કોઈ સુખ નથી,લાલચથી મોટો કોઈ રોગ નથી અને દયાથી મોટો કોઈ ધર્મ નથી.
  •  ક્રોધ યમરાજની મૂર્તિ છે, લાલચ વૈતરણી નદી (નરકમાં વહેવાવાળી નદી) છે, વિદ્યા કામધેનુ ગાય છે અને સંતોષ ઇન્દ્રના નંદનવન જેવું સુખ આપનારું છે.
  •  ગુણ રૂપની શોભા હોય છે, શીલથી કુળની શોભા વધે છે, સિદ્ધિથી વિદ્યાની શોભા હોય છે અને ભોગથી ધનની શોભા હોય છે.
  •  ગુણહીન વ્યક્તિની સુંદરતા વ્યર્થ છે, દુષ્ટ સ્વભાવવાળી વ્યક્તિનું કુળ નષ્ટ થવા યોગ્ય છે, જો લભ્યની સિદ્ધિ ન થઈ હોય તો વિદ્યા વ્યર્થ છે, જે ધનનો સદુપયોગ ન થયો હોય તે ધન વ્યર્થ છે.
  •  પૃથ્વીની અંદરનું પાણી શુદ્ધ હોય છે, પતિવ્રતા સ્ત્રી પવિત્ર હોય છે, કલ્યાણ કરનારા રાજા પવિત્ર હોય છે અને સંતોષી બ્રાહ્મણ પવિત્ર હોય છે.
  •  અસંતોષી બ્રાહ્મણ અને સંતોષી રાજા બહુ જલદી નષ્ટ થઈ જાય છે. લજ્જાશીલ વેશ્યા અને નિર્લજ્જ કુલીન સ્ત્રી નષ્ટ થઈ જાય છે.
  •  વિદ્યાવિહીન અર્થાત્ મૂર્ખ વ્યક્તિઓનું ઊંચું કુળ હોવાથી શું લાભ? વિદ્વાન વ્યક્તિનું નીચ કુળ પણ દેવગણો સમાન સન્માન મેળવે છે.
  •  સંસારમાં વિદ્વાનની જ પ્રશંસા થાય છે, વિદ્વાન વ્યક્તિ જ બધી જગ્યાએ પૂજાય છે. વિદ્યાથી જ બધું મળે છે, વિદ્યાની બધી જ જગ્યાએ પૂજા થાય છે.
  •  જે વ્યક્તિ માંસ અને મદિરાનું સેવન કરે છે, તેઓ આ પૃથ્વી પર ભાર સમાન છે. એ જ રીતે જે વ્યક્તિ નિરક્ષર છે, તે પણ પૃથ્વી પર ભાર છે. આ પ્રમાણે મનુષ્યરૂપી પશુઓના ભારથી આ પૃથ્વી હંમેશાં પીડિત અને દબાયેલી રહે છે.
  •  અન્નહીન યજ્ઞા રાજાને, મંત્રહીન યજ્ઞા કરવાવાળા ઋત્વિજોને અને દાનહીન યજ્ઞા યજમાનને બાળે છે. યજ્ઞા બરાબર કોઈ શત્રુ નથી.
  •  રૂપ-યૌવનથી સંપન્ન ઉચ્ચ કુળમાં પેદા થવા છતાં પણ વિદ્યાહીન પુરુષ ગંધ વગરના ફૂલને પલાશ સમાન શોભા અર્થાત્ આદર પ્રાપ્ત થતો નથી.
  •  જો મુક્તિ મેળવવી હોય તો સમસ્ત વિષય-વાસનાઓને વિષના સમાન છોડી દો અને ક્ષમાશીલતા, નમ્રતા, દયા, પવિત્રતા અને સત્યતાને અમૃતની જેમ પીઓ અર્થાત્ અપનાવો.
  •  જે નીચ વ્યક્તિ પરસ્પર કરવામાં આવેલી ગુપ્ત વાતો બીજાને કહી દે છે, તેઓ ઉધઉના ઘરમાં રહેવાવાળા સાપની જેમ નષ્ટ થઈ જાય છે.
  •  બધી જ ઔષધીઓમાં અમૃત પ્રધાન છે, બધાં જ સુખોમાં ભોજન પ્રધાન છે, બધી ઇન્દ્રિયોમાં નેત્ર પ્રધાન છે અને આખા શરીરમાં માથું શ્રેષ્ઠ છે.

No comments:

Post a Comment