Tuesday, 10 March 2015

જર્મનીએ બળાત્કારીઓનો દેશ કહીને ભારતીય વિદ્યાર્થીને ઈન્ટરશીપ ના આપી

ભારતમાં બળાત્કારની સમસ્યાનો ઉલ્લેખ કરીને જર્મનીના એક પ્રોફેસરે ભારતીય વિદ્યાર્થીને ઈન્ટરશીપ આપવાની અરજી ફગાવી દીધી છે. આ ઘટનાની તીખી પ્રતિક્રિયા આપતા જર્મન રાજદૂતે કહ્યું કે ‘ભારત બળાત્કારનો દેશ નથી.’
ફ્રી સ્ટેટ ઓફ સેક્સોની સ્થિત લીપજિંગ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર બેર સિકિંગરે ઈન્ટરશીપની અરજી નકારતા કહ્યું કે તે આ માટે ભારતના વિદ્યાર્થીને સ્વીકારશે નહીં. કારણ કે અમે ભારતની બળાત્કારની સમસ્યા વિશે બહુ જ સાંભળ્યું છે. અમારે ત્યાં ઘણી વિદ્યાર્થિનીઓ પણ છે તેથી અમે આવું સ્વીકારી શકીએ નહીં.
- જર્મનીના એક પ્રોફેસરે ભારતીય વિદ્યાર્થીને ઈન્ટરશીપ અરજી ફગાવી દીધી
- અમારે ત્યાં ઘણી વિદ્યાર્થિનીઓ પણ છે તેથી અમે આવું સ્વીકારી શકીએ નહીં
- જર્મન રાજદૂત માઈકલ સ્ટેનરે પ્રોફેસરના આ નિવેદનને કડક શબ્દોમાં વખોડી
આ ઘટનાની પ્રતિક્રિયા આપતા જર્મન રાજદૂત માઈકલ સ્ટેનરે પ્રોફેસરના આ નિવેદનને કડક શબ્દોમાં વખોડી હતી અને વિદ્યાર્થીની અરજી નામંજૂર કરવા બદલ માફી પણ માગી. પ્રોફેસર સિકિંગરનો હવાલો આપીને જર્મન દૂતાવાસે કહ્યું કે ‘હું બધાની માફી માગુ છું જેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ સાથે જ એ પણ સ્પષ્ટ કરું છું કે ભારત બળાત્કારીઓનો દેશ નથી.’
બળાત્કાર ભારત અને જર્મની સહિત ઘણા દેશોમાં ગંભીર મુદ્દો છે.

No comments:

Post a Comment