ભારતભરમાં ગુજરાતના ગૌરવ સમાન ગણાતા 'એશિયાટિક-લાયન'ની વસતિમાં ૨૭ ટકાનો જોરદાર વધારો નોંધાયો છે.ગત ૨૦૧૦માં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૪૧૧ હતી.જે મે-૨૦૧૫માં વધીને ૫૨૩ થઈ ગઈ છે એટલે કે ૨૦૧૦થી ૨૦૧૫ સુધીના પાંચ વર્ષમાં સિંહોની વસતિમાં ૧૧૨નો વધારો થયો છે. અહીં ૨૦૦૫માં સિંહોની સંખ્યા ૩૫૯ જેટલી હતી.અર્થાત ૨૦૦૫થી ૨૦૧૫ સુધીના ૧૦ વર્ષમાં સિંહોની સંખ્યા ૧૬૪ જેટલી વધી છે.૧લી,મેથી એશિયાટિક સિંહોની વસતિની ગણતરી શરૂ થઈ હતી.જે ૫મી,મેના મંગળવારે સમાપ્ત થઈ હતી.આ વખતે ઉડીને આંખે વળગે તેવી વાત એ જાહેર થઈ છે કે,ગુજરાતના સિંહ હવે માત્ર, સાસણ ગીર સુધી સીમિત રહ્યાં નથી પરંતુ સિંહોની વસતિ ગુજરાતના ૮ જિલ્લાના આશરે ૧૫૦૦ ગામોની આસપાસ સુધી પ્રસરી ચૂકી છે અને આગામી પાંચ વર્ષ દરમ્યાન તે અમદાવાદ જિલ્લાના ગામોમાં પણ જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે.
ગુજરાતના સિંહોને દેશના મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોના જંગલોમાં વસાવવા માટેની દલીલો થઈ રહી છે અને એમાં પણ એશિયાટિક ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી કરી દેવાય તો ભવિષ્યમાં સિંહોની જાતિના નિકંદનનો ખતરો ઉભો થઈ શકે છે એવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સિંહોની વસતિમાં થઈ રહેલો સતત અને ધરખમ વધારો તથા અન્ય જિલ્લામાં પણ સિંહોની સાબિત થયેલી નવી વસતિથી ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.
ગુજરાત માટેની ગૌરવની ઘડીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહભાગી થયા હતા.સાસણ ગીર ખાતે વન વિભાગના ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે આ વસતિ ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત કરી હતી.રાજ્યમાં દર પાંચ વર્ષે કરવામાં આવતી સિંહોની વસતિ ગણતરીમાં આ વખતે જીપીએસ અને જીઆઈએસ પધ્ધતિનો ઉપયોગ કરાયો હતો અને તેના પરિણામે ડુપ્લીકેશન થવાની કોઈ જ શક્યતા નથી.આ વખતની સિંહોની વસતિ ગણતરીમાં કુલ ૨૫૦૦ જેટલા વોલિન્ટીયર્સ, વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ, સરકારી અધિકારીઓ, ટ્રેકર્સ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના કેટલાક સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
તેમની ૬૦૦ જટેલી ટીમો બનાવવામાં આવી હતી.સિંહોની વસતિ ગણતરી હાથ ધરતાં પહેલાં સિંહોની વસતિવાળા રાજ્યના ૮ જિલ્લાના ૧૫૦૦ જેટલા ગામોના કુલ ૨૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને ૩૦ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો.તેના પણ ૧૦૬ જેટલા સબ-ઝોન બનાવવામાં આવ્યા હતા.
તેમની ૬૦૦ જટેલી ટીમો બનાવવામાં આવી હતી.સિંહોની વસતિ ગણતરી હાથ ધરતાં પહેલાં સિંહોની વસતિવાળા રાજ્યના ૮ જિલ્લાના ૧૫૦૦ જેટલા ગામોના કુલ ૨૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને ૩૦ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો.તેના પણ ૧૦૬ જેટલા સબ-ઝોન બનાવવામાં આવ્યા હતા.

No comments:
Post a Comment