- જો કોઇ ખરાબ કર્મ કરૃ તો એનું ફળ મને ભોગવવું જ પડે, વિશ્વમાં એવી કોઇ તાકાત નથી. જે એને રોકી શકે એ જ રીતે હું કોઇ સત્કાર્ય કરૃ તો વિશ્વમાં એવી કોઇ શક્તિ નથી. જે એના શુભફળને રોકી શકે.
- ગીતાનું મૂળ સૂત્ર એ છે કે નિરન્તર કર્મ કરતાં રહો પરન્તુ એમાં આસક્ત ન થાઓ.
- અનાસક્ત થાવ. કાર્ય થવા દેતા રહો પણ મન પર પ્રભાવ ન નાખો. સંસારમાં એ પ્રકાર કર્મ કરો માનો તમે એક વિદેશી પથિક છો. બે દિવસ માટે અહી આવ્યો છો પોતાને બંધનમાં ન નાખો બંધન મોટું ભયાનક છે.
- આસક્તિ ત્યારે આવે છે જ્યારે આપણે બદલાની આશા રાખીએ છીએ.
- બીજાની સહાયતા કરવાનો અર્થ છે. પોતાની જ સહાયતા કરવી.
- ભક્તિની સમગ્ર ઇમારત પવિત્રતાના ખડક ઉપર ઉભી છે. જે મનુષ્યનું હૃદય કોઇને પણ નુકસાન કરવાનો વિચાર સુધ્ધાં સેવતું નથી. તે જ માણસ ખરો ભક્ત છે યોગી છે.
- જે મનુષ્ય વિધવાઓ અને અનાથોને નિર્દયતાપૂર્વક છેતરે છે અને ધન ખાતર અધમમાં અધમ કૃત્યો કરે છે તે કોઇ પણ પશું કરતા પણ અધમ છે.
- કર્મયોગનો અર્થ છે મૃત્યુના મુખમાં પણ વગર તર્ક- વિતર્કથી બધાની સહાયતા કરવી.
- આપણી ચારે તરફ જે દુ:ખ, કલેશ જોઇએ છીએ એ બધાનું કારણ એક જ છે અજ્ઞાાન.
- જ્ઞાનદાન ભોજન તથા વસ્ત્ર દાનથી અનેકગણું શ્રેષ્ઠ છે કારણ કે અજ્ઞાાન જ મૃત્યુ છે અને જ્ઞાાન જ જીવન.
- કર્મફળની લાલસા આપણી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં બાધક છે.
- પોતાની આસપાસના લોકોની નિન્દા- સ્તુતિની બિલકુલ પરવાહ ન કરતા સર્વદા સત્કર્મમાં લાગ્યાં રહેવું વાસ્તવમાં સૌથી મોટો ત્યાગ છે.
- માનવજાતિનું ચરમ લક્ષ્ય જ્ઞાન પ્રાપ્તિ છે.
- નિ:સ્વાર્થતા અધિક ફળદાયી હોય છે. પણ લોકો ને આનો અભ્યાસ કરવાની ધીરજ નથી રહેતી.
- આપણી ઉન્નતિનું એકમાત્ર ઉપાય એ છે કે આપણે પહેલાં એ કર્તવ્ય કરીએ જે આપણાં હાથમાં છે.
- મનુષ્યની સહાયતા દ્વારા ઇશ્વરની ઉપાસના કરવી આપણું પરમ સૌભાગ્ય છે.
- આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે આપણે જ સંસારના ઋણી છે. સંસાર આપણું ઋણી નથી. ગરીબોને સહાય, બીમારોની સેવા અને અજ્ઞાાનને દૂર કરવું આપણું કર્તવ્ય છે
No comments:
Post a Comment