- 'સિડની વન ડે અગાઉ કરેલો જીતનો નિર્ધાર અમે પાર પાડયો'
- જીત પહેલા આઉટ થતાં નિરાશ થયો
ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતને વિજયી હેટ્રિક સર્જતાં યજમાન ટીમનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. આ સાથે ભારતે ત્રણ ટી-૨૦ અને તે અગાઉની આખરી વન ડે એમ સળંગ ચાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચીસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.
મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ સ્વિકારતાં કોહલીએ કહ્યું કે, સિડનીમાં પાંચમી વન ડે શરુ થઈ ત્યારે જ અમારી ટીમે નક્કી કર્યું હતુ કે, હવે અમે સળંગ ચાર વન ડે જીતીને બતાવીશું. મને ગર્વ છે કે, અમારી ટીમે સળંગ ચાર જીતની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં હિસાબ બરોબરી કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ચાર વન ડેની સાથે શ્રેણી જીત્યું હતુ. જે પછી ભારતે સળંગ ચાર મેચ જીતીને હિસાબ ચુકતે કરી દીધો છે. કોહલીએ કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સતત સારો દેખાવ કરતાં હોવા છતાં શરુઆતની મેચીસમાં જીતી શક્યા નહતા.
જો કે ટીમનું પર્ફોમન્સ અને કમબેક જોરદાર રહ્યું. આજની મેચમાં મારે ભારતને જીત અપાવીને અણનમ રહેતા પેવેલિયનમાં પાછા ફરવું હતુ, પણ હું આઉટ થઈ જતાં થોડો નિરાશ થયો હતો.
જો કે યુવી અને રૈના બંનેએ ટીમમાં શાનદાર કમબેક કર્યું છે. તેમણે યાદગાર દેખાવ કરતાં તેમની પ્રતિભાની સાબિતી આપી છે.
કોહલીનો અનોખો રેકોર્ડ
કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં પણ અડધી સદી ફટકારતાં અનોખો કિર્તિમાન સર્જ્યો હતો. આ સાથે કોહલી દ્વિપક્ષિય ક્રિકેટ શ્રેણીમાં બે થી વધુ વખત ૫૦થી વધુનો સ્કોર કરનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ માર્ટિન ગપ્ટિલના નામે હતો, જેણે ૨૦૧૨માં આ સિધ્ધિ મેળવી હતી.

No comments:
Post a Comment