આયર્લેન્ડ 259 રનમાં સમેટાયું, ભારતને 260 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
- ભારતની વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત
નિયાલ ઓબ્રાયન(75) અને કપ્તાન વિલિયમ પોર્ટરફિલ્ડ(67)ની શાનદાર અર્ધશતકીય રમતના કારણે આયર્લેન્ડે આઈસીસી વિશ્વ કપ-2015ના ગ્રુપ-બીની પોતાની પાંચમી મેચમાં ભારત સામે 260 રનનું લક્ષ્ય રાખ્યું છે. ભારતીય ઓપનિંગ જોડીએ ભારતને મજબુત શરુઆત અપાવી હતી. શિખર ધવને સેન્ચુરી ફટકારતા આજની મેચનો મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી આયર્લેન્ડની ટીમે 49 ઓવરમાં 259 રન બનાવીને સમેટાઈ ગઈ હતી જેના જવાબમાં ભારતીય ટીમ 37 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી 260 રનનું લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી હતી.
રોહીત શર્મા 66 બોલમાં 64 રન અને ધવનના 85 બોલમાં 100 રન બનાવી આઉટ થયા હતા ત્યાર બાદ કોહલી અને રહાણે અને ક્રમશઃ 44 અને 33 રન ફટકારી ભારતને આશાન જીત અપાવી હતી.
પોર્ટરફિલ્ડે પોલ સ્ટર્લિંગ(42)ની સાથે મળીને પહેલી વિકેટ માટે 15 ઓવરમાં 89 રનોની ભાગીદારી નોંધાવી હતી. આ જોડી સૌથી મોટી ભાગીદારી સાબિત થઈ. આ ભાગીદારી દરમ્યાન પોર્ટરફિલ્ડ અને સ્ટર્લિંગે ભારતીય ફાસ્ટ બોલરની સામે ફટકાબાજી કરી શાનદાર શોટ્સ લગાવ્યા. જેના કારણે મજબુરીમાં ભારતીય કપ્તાને સ્પિનરોનો ઉપયોગ કરવો પડ્યો. તેનો આ નિર્ણયે સફળતા અપાવી અને સ્ટર્લિંગની વિકેટ 89 રનના કુલ આંકડા સાથે અશ્વિને લીધી જ્યારે 92 રને સુરેશ રૈનાએ એડ જોયસ(2)ને બોલ્ડ કર્યો.
સ્ટર્લિંગે 41 બોલની રમતમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. ત્યારબાદ પોર્ટરફિલ્ડ અને નિયાલ ત્રીજી વિકેટ માટે 53 રન જોડી નુકશાનની ભરપાઈ કરી. પોર્ટરફિલ્ડ 145 રનના કુલ સ્કોર સાથે મોહિત શર્માના બોલ પર ઉમેશ યાદવના હાથે સમેટાયો. આયર્લેન્ડના કપ્તાને 92 બોલનો સામનો કરી 5 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.
કપ્તાન આઉટ થયા બાદ એન્ડી બાલબિર્ની(24)એ નિયાલ સાથે મળીને 61 રન જોડ્યા અને 206 રનના સ્કોર પર પેવેલિયન ભેગો થઈ ગયો. બાદમાં ભારતીય બોલરો એક બાદ એક વિકેટ ખેરવી 49 ઓવરમાં 259 રન સાથે તમામ પ્લેયરોને પેવેલિયન ભેગા કરવામાં સફળ રહ્યા.
ભારત તરફથી મોહમ્મદ સમીએ ત્રણ અને અશ્વિને બે વિકેટ ખેરવી આ ઉપરાંત સુરેશ રૈના, ઉમેશ, મોહિત અને જાડેજાને એક-એક સફળતા મળી.
ભારત આ ગ્રુપમાં અત્યાર સુધીની તમામ મેચો જીતીને ટોપ પર છે. ભારતે ક્વાટર ફાઈનલમાં પોતાની જગ્યા નક્કી કરી દીધી છે પરંતુ આયર્લેન્ડની ટીમ પોતાની જગ્યા બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.

hi
ReplyDelete