અદાકારા ખેડૂત બની ''ઓર્ગેનિક ખેતી'' કરશે
શ્રદ્ધા કપૂરનું નામ આ બોલિવુડયા ખેડૂતોની યાદીમાં ટૂંક સમયમાં ઉમેરાશે એવા વાવડ અખબારી જગતને મળ્યાં છે. શ્રદ્ધા મુંબઇની આસપાસ ખેતી લાયક જમીન ખરીદી પોતાનું ફાર્મ હાઉસ બનાવશે અને ત્યાં ઓર્ગેનિક ખેતી (ખાતર કે જંતુનાશક દવા વાપર્યા વગર કરાતી ખેતી) કરશે.
નવાઝુદ્દિન સિદ્દિકિ પણ શ્રદ્ધાના પગલે ચાલી ખેડૂત બનવા માગે છે એવા સમાચાર મળ્યા છે. તે ઉત્તર પ્રદેશના બુધાના (નવાઝનું ગામ) ખાતે જમીન ખરીદશે અથવા મુંબઇની આસપાસના કોઇ ગામડાંમાં ફાર્મ હાઉસ બનાવશે.
પોતાના ફાર્મ હાઉસ ધરાવતા કલાકારોમાં ઇરફાન ખાન નાસિક ખાતેના તેના ખેતરમાં ઓર્ગેનિક ફળો ઉગાડે છે. તેમજ મુંબઇમાં તેના ઘરની પાછળના ભાગમાં આવેલા એક નાનકડા ટુકડામાં જાતે શાકભાજી વાવે છે.
સલમાન ખાન પનવેલ ખાતેના તેના ફાર્મ હાઉસમાં બટેટા, ટમેટાં, કોળું તેમ જ અન્ય શાકભાજીઓ ઉગાડે છે અને તેના ઘરમાં રોજ પનવેલથી આ જ શાક મગાવવામાં આવે છે.
બોબી દેઓલ અને તેનું કુટુંબ ઘણા ખેતરો ધરાવે છે. તેઓ પંજાબમાં ઓર્ગેનિક વેજીટેબલ ઉગાડે છે. પ્રકાશ રાજ તેના મહાબલિપુરમ ખાતેના અને હૈદ્રાબાદના ખેતરોમાં શાક તેમજ ફળોની વાવણી કરે છે.
નાના પાટેકર ખડડવાસલા પૂણે ખાતેના તેના ખેતરોમાં જાતે કામ કરે છે. તે અહીં ઘઉં અને ચણાની વાવણી કરે છે તેને બજારમાં વેચી થતો નફો ગામના ખેડૂતો સાથે વહેંચી લે છે.
No comments:
Post a Comment