
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસ સ્થાનનું વીજળીનું એપ્રિલ-મે એમ બે મહિનાનું બિલ રૃપિયા ૯૧૦૦૦ આવતા હોબાળો મચી ગયો હતો. આરટીઆઇ દ્વારા માંગવામાં આવેલી એક માહિતીમાં આ માહિતી મળી હતી. તો સામે કોંગ્રેસે એવા સવાલો કર્યા હતા કે શું મીટરો ખરાબ છે? તો ખરાબ હોય તો અત્યાર સુધી રિપેર કેમ ન કરાવ્યા? જો કેજરીવાલ એસી વાપરતા હોય તો એમણે જે એસી નહીં વાપરવાનું જે વચન આપ્યું હતું તેનું શું?આરટીઆઇના જવાબમાં દિલ્હી સરકારના સામાન્ય વહીવટી વિભાગે કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાનના વિજળીના રૃપિયા ૯૧૦૦૦ના બિલની નકલ પણ મોકલી હતી.દિલ્હી ભાજપે તો જો કે કહ્યું હતું કે બિલ તો એક લાખ રૃપિયાનું છે અને તેઓ આપ સરકારના તમામ મંત્રીઓના બિલની માગ કરશે. તો આમ આદમી પાર્ટીએ ટીકાઓનો જવાબમાં કહ્યું હતું કે આ બિલમાં ઘર તેમજ કેમ્પ અને અન્ય તમામ સવલતોનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાનનું એકલાનું આ બિલ નથી. સરકારે એક નિવેદન કરી કહ્યું હતું કે ૬, ફલેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનનું બિલ માત્ર ૧૫૦૦૦ છે બાકીના પૈસા અન્ય સ્થળોના છે. જે ંઆંકડો આપવામાં આવ્યો હતો તે ખોટો છે. પાર્ટીએ કહ્યું હતું કે નિવાસસ્થાનનો કેટલોક ભાગ જનતા દરબાર માટે છે, કેટલોક ઓફિસ કામ માટે અને થોડો ભાગ અન્ય કામગીરી માટે રાખવામાં આવ્યો છે. આમ માત્ર કેજરીવાલના નિવાસસ્થાનનું જ આ બિલ નથી.
No comments:
Post a Comment