વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત પછીના જ સપ્તાહે
અરબી સમુદ્રમાં ઉંદર-બિલાડીની રમતથી દેશની સુરક્ષા સામે ખતરાની નેવીને આશંકા
સરહદ વિવાદને લઇને ભારત-ચીન વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે ત્યારે અરબી સમુદ્રમાં તાજેતરના વર્ષોની સૌથી ભયજનક ઘટનામાં ચીને ફરી એકવાર ભારતની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડયું છે. ચીને ભારતની મંજૂરી વિના જ ભારતીય જળસીમામાં થઇને પોતાની યુઆન ક્લાસ ૩૩૫ સબમરીન ગત ૨૨ મેના રોજ કરાચી પહોંચાડી દીધી હોવાના અહેવાલોથી ચકચાર મચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસના એક જ અઠવાડિયા બાદ ચીને આ કરતૂત કર્યું હતું.
ચીન આગામી કેટલાક વર્ષો દરમિયાન પાકિસ્તાનને કુલ ૮ સબમરીનો વેચવાનું છે ત્યારે તે અંતર્ગત જ પહેલી સબમરીનને ભારતની જળસીમામાં થઇને કરાચી પહોંચાડી હોવાનું એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલમાં જણાવાયું હતું.
ચીનની આ હરકત બાદ ભારતીય નૌકાદળે એલર્ટ જારી કર્યું હતું. નૌકાદળને આશંકા છે કે સબમરીનથી અરબી સમુદ્રમાં શરૃ થયેલી ઉંદર-બિલાડીની રમતથી દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઇ શકે છે. ટોર્પેડો, એન્ટિ-શિપ મિસાઇલોથી સજ્જ સબમરીન આ વર્ષે ૩૧ માર્ચે દક્ષિણ ચીન સમુદ્રના હૈનાન ટાપુ પરના બેઝ ખાતેથી રવાના થઇ હતી અને ૨૨ મેના રોજ કરાચી પહોંચી હતી. સબમરીનના ૬૫ ક્રૂ-મેમ્બર્સ કરાચીમાં એક અઠવાડિયા સુધી રોકાયા પણ હતા.
No comments:
Post a Comment