
જપ-તપ-વ્રતના સંગમ સમાન શ્રાવણ મહિનાનો શનિવારથી પ્રારંભ થઇ ગયો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી તેને લઇને ભક્તોમાં વિશેષ ઉત્સાહ છે. સોમવારે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. જેમાં ભક્તો જળ-દૂધ-ઘી-મધ-શેરડીના રસ-પંચામૃત દ્વારા શિવલિંગ પર અભિષેક કરી ભગવાન શિવ પ્રત્યે પોતાની આસ્થા દર્શાવશે. આવતીકાલે શિવમંદિરોમાં હોમાત્મક-પાઠાત્મક રૃદ્રીના તેમજ મહામૃત્યંજપના જાપનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં આવેલા કર્ણમુક્તેશ્વેર મહાદેવ, ભીમમાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ, ચકલેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, સમર્થેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરમાં ભક્તો ઉમટી પડશે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાનો મહિમા છે. અલબત્ત, આ વખતે ગત વર્ષની સરખામણીએ બિલ્વપત્રની કિંમતમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. શ્રાવણ મહિના દરમિયાન ખેડાથી ટ્રક ભરીને બિલ્વપત્ર લાવવામાં આવતા હોય છે. શ્રાવણિયો સોમવાર હોય ત્યારે બે ટ્રક ભરીને બિલ્વપત્ર લાવવામાં આવે છે. ગત વર્ષે ૧.૨૫ લાખ બિલ્વની કિંમત રૃપિયા ૧૦ હજાર હતી, જે આ વર્ષે વધીને રૃપિયા ૧૫ હજારે પહોંચી ગઇ છે. શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ-એકટાણા રાખવાનો મહિમા છે. શહેરના પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે આરતી દરમિયાન શરણાઇ સહિતના વિવિધ પારંપરિક વાદ્યોનો ઉપયોગ કરવામાં આવશે.પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરતી દરમિયાન પારંપરિક વાદ્યોનો ઉપયોગ ભારતમાં સંભવતઃ માત્ર કાશીમાં જ કરવમાં આવે છે.
No comments:
Post a Comment